Hymn No. 198 | Date: 24-Aug-1985
|
|
Text Size |
 |
 |
અંતર અંતર હવે ઝંખે મારું, મિલન થાશે માડી ક્યારે તારું પ્યાસા નયના વાટ જુએ છે, મિલન થાશે માડી ક્યારે તારું દિન પર દિન વીતે દર્શન વિના, મિલન થાશે માડી ક્યારે તારું ખાવુંપીવું હવે લાગે આકરું, મિલન થાશે માડી ક્યારે તારું પ્રેમભર્યું હવે હૈયું તલસે મારું, મિલન થાશે માડી ક્યારે તારું જીવ્હા મારી હવે રટણ કરે છે, મિલન થાશે માડી ક્યારે તારું સૃષ્ટિમાં માન તારું, લાગે પ્યારું, મિલન થાશે માડી ક્યારે તારું હવે મિટાવી દે, હૈયામાંથી મારું મારું, મિલન થાશે માડી ક્યારે તારું લીલામાં તારી, જોજે હવે ના અટવાવું, મિલન થાશે માડી ક્યારે તારું સકળ સૃષ્ટિમાં રૂપ તારું નિહાળું, મિલન થાશે માડી ક્યારે તારું પ્રેમભર્યા હૈયે હવે તને પુકારું, મિલન થાશે માડી ક્યારે તારું ભાવભર્યું મારું સ્મરણ સ્વીકારી, મિલન કરજે માડી હવે તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|