ધરતી પર રહેવું છે તારે, સ્વર્ગનાં સ્વપ્ના નાં જોતો
મોહ-મમતા છૂટતી નથી જ્યારે, મુક્તિની આશા ના કરતો
વેર ભર્યું છે હૈયે તારે, પ્રેમની આશા ના કરતો
દયા-ધરમથી દૂર છે જ્યારે, ભક્તિની આશા ના કરતો
સુકાન નાવનું હાથમાં નથી જ્યારે, સલામતીની ખેવના ના કરતો
મક્કમતા હૈયામાં નથી જ્યારે, તોફાનોથી તું સદા ડરતો
રહેવું છે પાણીમાં જ્યારે, પાણીથી તું ના ડરતો
મોત આવવાનું છે એક દિવસ જ્યારે, મોતથી તું ના ડરતો
પ્રેમ પામવો હોય જો તારે, ધિક્કારથી તું ના ડરતો
`મા' ને મળવું હોય જો તારે, આફતોથી તું ના ડરતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)