હરેક હૈયું તો છે પ્રભુ ફૂલ તો તારું, જગાવી દેજે એમાં ભક્તિનું બીજ તારું
હરેક હૈયું તો પ્રભુ, ઝંખે જગમાં, કરવા નિત્ય દર્શન એમાં તો તારું
હરેક જીવ જગમાં, આળોટે છે તો માયાનાં કીચડમાં, કરે છે સ્મરણ નીકળવા તારું
હરેક જીવ છે કાળમાં તરતો, ચાલે ના એમાં તો એનું, ચાહે શરણું ત્યારે તારું
હરેક હૈયું તો છે પ્રભુ નિવાસ તો તારું, શોધવો તને એમાં, મુશ્કેલ બનાવ્યું
હરેક હૈયાંમાં વહે ધારા, તારી સુક્ષ્મ ભક્તિની છે, હૈયું તો તારું એને ઝીલનારું
હરેક હૈયું તો છે જગમાં, તારી વિવિધ ભાત પાડનારું, દેખાય ભલે જગમાં એ તોલ નોખું
હરેક હૈયું તો છે જગમાં તારું, પાણીદાર એવું, રહીને એમાં, જગ તો તેં ચલાવ્યું
હરેક હૈયાંમાં ખળભળાટ તેં મચાવ્યો પડશે હરેક હૈયું તો, તારેને તારે સંભાળવું
હરેક હૈયાંમાં છે ધડકન તો તારી, કરજે એને એવું, સંભળાય એમાં નામ તો તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)