દુશ્મનોથી પનારો જીવનમાં તો ખોટો પડી ગયો
બાજી જીવનની તો, એમાંને એમાં હું તો હારી ગયો
મંડાણ જીવનમાં માંડયા, ગણતરીના તો ખોટાંને ખોટાં
સુખસાહ્યબીના રંગ જીવનને ચડાવ્યા તો ખોટાને ખોટા
ખોટા વિચારો ને ખોટા ખયાલોમાં હું રાચીને રાચી રહ્યો
સદા શંકા કુશંકાઓમાં હૈયાંમાં એમાં તો હું ઘેરાઈ ગયો
અકારણ ગભરાટને ગભરાટમાં જીવન જીવતો રહ્યો
ઇચ્છાની દોડમાં જીવનમાં તો જ્યાં પાછો પડતો ગયો
મારા ને અન્યના સ્વભાવને જીવનમાં ના સમજી શક્યો
જીવનના સંગ્રામમાં, સંગ્રામમાંથી જ્યાં ભાગી ગયો
હૈયાંમાં તો જ્યાં રૂદનને સ્થાન દેતોને દેતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)