કહેવી ના હતીને, કેમ આજે કહેવાઈ ગઈ, હૈયાંની એ વાત
રાખી હતી હૈયાંના ખુણામાં એને, નીકળી ગઈ બહાર આજે એ વાત
હતું કિરણ એમાં તો સોનેરી પ્રભાતનું, હતી બાકી એમાં કાજળ ઘેરી રાત
હતી એમાં જીતની તો થોડી, હતી એમાં તો હારની એ વાત
થયું શું ને કેમ એ થયું, પૂછશો ના કોઈ મને, એની રે વાત
હતું પ્રેમને ઝંખતું, પ્રેમભર્યું દિલ મારું, હતી પ્રેમની નિરાશાની એ વાત
પૂછશો ના કોઈ મને, ગયો હતો હૈયાંમાં મચી, એવો કેવો ઉત્પાત
સહ્યાં હતા જીવનમાં હૈયાંએ, તો કંઈક તોફાન ને કંઈક પ્રપાત
સમજાતું નથી જીરવી ના કેમ શક્યું ઘા એ એના, નીકળી ગઈ એ વાત
સપનાઓ કંઈક તૂટયા, કંઈક થયા ના પૂરા, જીલ્યા હતા હૈયે આ ઝંઝાવાત
કરી ના હતી હૈયે કોઈ ચિંતા, કર્યો ના હતો એણે, કોઈની વાતમાં ચંચુપાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)