એક રંગે તો રંગાયેલા હોય જેના રે જીવન, રંગ એના રે પરખાય
રોજે રોજે, બદલાયે રંગ જીવનના જેના, રંગ એના કેમ પરખાય
રંગે રંગે, રંગ જીવનના રંગાતા જાય, રંગ તો એના કયા કહેવાય
રંગ તો છે સહુના તો જુદા જુદા, કેમ કરી રંગ એ નક્કી થાય
રંગે રંગમાં જ્યાં રંગ ભળતા જાય, રંગ નવા એમાં તો ઊભા થાય
એક રંગ તો છે જેનો જીવનમાં, રંગ એનો જીવનમાં તો પથરાય
રંગે રહે બદલાતા તો જેના જીવનના રંગના નર્તન એના બદલાય
રંગે રંગે હૈયું તો જેનું જ્યાં ભિંજાય, હૈયું તો એ રંગમાં છલકાય
રંગ વિનાનો મળે ના કોઈ માનવી, ભલે રંગે રંગે એ તો બદલાય
હૈયાંમાં તો રંગ પ્રભુનો જો ચડી જાય, ધન્ય જીવન એનું બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)