રે મનવા, રે મનવા, જો જરા જીવનમાં રે, છે જગમાં કોણ તારી રે સંગ
આવ્યો જગમાં તો તું એકલો, રહ્યો ના એકલો, રહ્યો જગમાં, કોઈને કોઈની તો સંગ
પ્રસંગે પ્રસંગે ભલે સંગ બદલાયા, રહ્યો તું તો કોઈને કોઈની તો સંગ
કર્યા જીવનમાં કંઈક એવા તો કુસંગ, પડયા ભારી જીવનમાં એના રે સંગ
નાચતો ને નાચતો રહ્યો ખૂબ જીવનમાં, કરી જીવનમાં ખોટાને ખોટા સંગ
સંગ સંગમાં રે જીવનમાં, જાગતા ને બનતા રહેશે, જીવનમાં કંઈક પ્રસંગ
જેવા ને જેવા રહેશે સંગ જીવનમાં, જીવનમાં બદલાતાં જાશે જીવનના તો રંગ
ચડશે જીવનમાં જ્યાં એવા કુસંગ, થઈ જાશે જીવન ત્યાં તો તંગ ને તંગ
તરંગે તરંગે જ્યાં સંગ બદલાયા, અટક્યા ના જીવનમાં તો, તોયે તરંગ
પ્રભુને પામવા રે જીવનમાં, જીવનમાં તો થાવું ને રહેવું પડશે નિઃસંગ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)