મારી રહ્યો છે ધક્કો તો જગમાં, સહુને તો જમાનો
કહી રહ્યો છે એ તો સહુને, બદલો જગમાં તમારી રીતરસમો
રહેશો બનીને અક્કડ તમે તો જગમાં, જગમાં તમે ફેંકાઈ જાશો
તરો ને રહો જમાનાની સાથમાં, જીવનમાં તો ઘર્ષણ નિવારો
ઇતિહાસ તો છે જમાનામાં તરનારાઓનો સામનાથી ભર્યો ભર્યો
કેળવ્યા વિના તાકાત જીવનમાં, કરશો ના જમાનાનો સામનો
નથી અધિકાર જમાના ઉપર કોઈનો, બનેલો છે એ તો સહુનો
કંઈક તર્યા, કંઈક ડૂબ્યા, રહી છે બદલાતી જમાનાની રીતરસમો
રહો પ્રેમની સંગે, જગમાં તો પ્રેમથી જીવો, પ્રેમથી જીવાડો
જૂના જમાનાની કાઢીને પટ્ટી, નવા જમાનાને પ્રેમથી આવકારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)