ઊતરશો ઊંડા જીવનમાં જ્યાં, સમજાશે ત્યાં, જીવનને કાંઈ સમજ્યા નથી
બેસમજમાં વિતાવ્યું જીવન, અફસોસ એનો, થયા વિના રહેવાનો નથી
કરશું વાતો જીવનમાં ઘણી ઘણી, વાતો બધી કાંઈ હૈયાંમાંથી નીકળતી નથી
કહેવા બેસીએ કહેવાને, કરીએ શરૂ ત્યાં જીવનમાં બધું કાંઈ કહેવાતું નથી
દુઃખદર્દથી ઘેરાયેલા હૈયાંને, સાંત્વના જીવનમાં જલદી કાંઈ સ્પર્શતી નથી
હતાશ થયેલા ભગ્ન હૈયાંમાં, પ્રેમનું બિંદુ તો કોઈ શોધ્યું જડતું નથી
જગમાં પ્રેમના દાવા સ્વાર્થભર્યા હૈયાંના તો કાંઈ કદી ટકતા નથી
સંજોગો નમાવી જાય જે જીવનને, એવા જીવનને કાંઈ દાદ મળતી નથી
ઉપકાર નીચે જીવે છે જગમાં સહુ, કોઈના ઉપકાર નીચે જીવવું ગમતું નથી
ભાવે ભાવે તો ભિંજાશે ભગવાન, પ્રબુ ભાવમાં ભિંજાયા વિના રહ્યાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)