મનવા રે મનવા રે, કેમ તું જીદ કરે, કેમ તું સમજતું નથી
ના હતું જે કાંઈ તારું, નથી એ કાંઈ તારું, નથી કાંઈ એ તારું રહેવાનું
એની પાછળ બનીને ઘેલું, જગમાં નથી કાંઈ તારું એમાં વળવાનું
તારા કર્મોથી મળ્યું તનડું, તારા કર્મો સુધી તો એ સાથે રહેવાનું
ના સમય તારો વધશે એમાં, ના ઘટશે એમાં ઘેલું શાને બનવાનું
કરવાનું છોડી, રહીશ ફરતોને ફરતો, રહી જાશે તારે તો છે જે મેળવવાનું
કરી કરી એવું, રહ્યો હૈયાંનો બોજ વધારતો, ના એમાં કાંઈ વળવાનું
કરે તું, અનુભવે સુખદુઃખ હૈયું, અટકે ના તોયે તું ફરતુંને ફરતું
તારા આવા અનેક વારના ઉપાડા, ભૂલી રહ્યું છે હૈયું, પડશે તારે સમજવું
બેસ ઠરીઠામ થઈ હૈયાંના સંગમાં, પામીશ તું શાંતિ, પામશે શાંતિ હૈયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)