કરવું હોય તે કરજે, દેવું હોય તે દેજે
ધર્યો છે હાથ તારી પાસે, ખાલી ના તું રાખજે
આવ્યો તારી પાસે, હૈયે વાત મારી ધરજે
દે એવું, ફરી-ફરી લેવું ના પડે, તેવું કરજે
યાચના નથી કરવી જગના કોઈ માનવ પાસે
આવે છે તે પણ, યાચના કરતાં તારી પાસે
દીધો અમૂલ્ય માનવદેહ, વિજ્ઞાન બનાવી ના શકે
પૂર્યા એમાં પ્રાણ, મેળવવા કિંમત પણ ઓછી પડે
દીધું છે અમૂલ્ય આટલું, છતાં હાથ ધરી રહ્યો
વિસારીને સર્વે વાત પ્રભુ, તેમાં તું દેતો રહ્યો
હવે દે તો એવું દે, જિંદગીભર વિસરું ના તને
કૃપા સદા વરસી રહે, તું મુજ આંખ સામે રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)