જોગીડા, આટલું તું યાદ રાખી લે, પ્રભુને તું ભજી લે, આરાધના પૂરી કરી લે
જનમોજનમ મળ્યા તનડાં તો તને, ઋણ એનું તું પ્રભુને તો ચૂકવી દે
જનમોજનમના, રહ્યાં જોગ તારા અધૂરા, આ જનમે, જોગ તારા પૂરા તું કરી લે
પ્રભુ ચરણે બેસીને, તારા હૈયાંના ભાવના દ્વાર, એની પાસે તું ખોલી દે
હૈયાંમાં તો પ્રેમની સરિતા વહાવી, પ્રભુના ચરણે, એને તો તું ધરી દે
ભાવે ભાવે ભિંજાય હૈયું તો તારું, પ્રભુના ચરણે બધા ભાવ તું ધરી દે
મુક્તિ ચાહતા તારા દિલને પ્રભુને, બધા કર્મો તારા તું પ્રભુને સોંપી દે
નજરમાં પ્રભુને સમાવીને, નજરને જગમાં જ્યાં ને ત્યાં ના તું જવા દે
જગનો છેડો તો છે પ્રભુ, તારા જનમોજન્મના બધા છેડાને એમાં જોડી દે
યોગ, ધ્યાન, જ્ઞાન કે ભક્તિનો છેડો તો છે પ્રભુ એનો, છેડો એમાં તું શોધી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)