લેવી છે મુલાકાત મારે મારી તો એકલા, કોઈ સાથે ત્યાં આવશો નહીં
રહ્યાં છીએ ભલે સાથે, મળ્યા નથી એકલા, કોઈ સાથે ત્યાં આવશો નહીં
યાદ તું ઊભી રહેજે ત્યાંને ત્યાં, સાથે ત્યાં તો તું આવતી નહીં
વિવિધતા ભરી છે પાસે તારી, એને એમાં તો તું ભેળવતી નહીં
પૂછવી છે વાત મારે મને તો મારી, વાત બીજી એમાં તો કોઈ ઉમેરશો નહીં
જાણવો તો છે મારે મને, લપછપ બીજી તો ત્યાં કાંઈ લાવશો નહીં
કર્યું શું કરવાનું શું, થાશે આપ લે એની, બીજી વાતચીત ત્યાં કરશો નહીં
સમજશું એકબીજાની સ્થિતિ અમે, બીજું કાંઈ તો અમે સમજશું નહીં
ચિત્ત રહેજે એમાં તો તું સાથેને સાથે, બીજે ક્યાંય ત્યારે તું જાતું નહીં
કરી નક્કી લેશું, મનડાંને ભાવને સાથે, તારી સાથે આવ્યા વિના એ રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)