રાહ જોઈએ જીવનમાં જેની, કેમ જીવનમાં જલદી એ આવતું નથી
રાહ જોઈએ જીવનમાં સુખના દિવસોની, જીવનમાં જલદી એ મળતાં નથી
જોઈએ જીવનમાં રાહ પ્રિયજનની, મુલાકાત જલદી એની તો થાતી નથી
રાહ જોઈએ જીવનમાં જેની, રાહ જોવરાવ્યા વિના એ રહેતી નથી
રક્ત પંજો તો છે રાહનો, જીવનમાં, રોવરાવ્યા વિના એ રહેતી નથી
અજાણ્યા આવ્યા જીવનમાં જે આંચકો, આપ્યા વિના એ રહેતા નથી
રાહ જગાવે હૈયાંમાં ઉત્સુક્તા, જલદી એ તો કાંઈ શમતી નથી
રાહ જગાવે હૈયાંમાં કંઈક વિચારો, ઉપાય એનો તો જડતો નથી
રાહના બનવું નથી કાંઈ રાહી, રાહના રાહી બન્યા વિના રહ્યાં નથી
મળશે ના જીવનમાં કોઈ એવું, રાહ કોઈની જીવનમાં જેણે જોઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)