મારા હૈયાંની હૂંફની સમીપ તમે આવી તો જુઓ
તમારી ભુલાયેલી એ દુનિયાને, જરા યાદ કરી તો જુઓ
યાદોના પડળોને જીવનમાં તો, જરા ઢંઢોળીને તો જુઓ
પડયા હશે મારી યાદના ચમકારા, એજ તેજ તમે પામી તો જુઓ
હર વખત કાંઈ બેતાલ નથી, હૈયાંની બેકરારીને જરા પૂછી તો જુઓ
સમયના શ્રાપમાં જીવો છો શાને, ખુલ્લા દિલના શ્વાસ ભરી તો જુઓ
કુદરતની મસ્તિને હૈયાંમાં ભરી તો જુઓ, કુદરતની મસ્તિમાં જીવી તો જુઓ
વેરને હૈયાંમાં ભૂલીને તો જુઓ, જીવનમાં પ્રેમમાં જીવી તો જુઓ
ભક્તિરસ છે અમૃત સીધું, હૈયાંને પ્રભુમાં મગ્ન બનાવી તો જુઓ
દુઃખને જીવનમાં જરા ભૂલીને તો જુઓ, હૈયાંને મુક્ત એમાંથી કરીને જુઓ
વળગાડયો છે સંસારને તો હૈયાંમાં, હૈયાંને મુક્ત એમાંથી કરીને જુઓ
દુઃખને જીવનમાં જરા ભૂલીને તો જુઓ, જીવન જરા હસતા રહીને તો જુઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)