જાણે છે તો જગમાં, એક જગતનો નાથ, અંજામ કોનો કેવો છે
ભ્રમણાઓમાં રહ્યાં સહુ જીવનમાં, ભ્રમણાઓનો અંત ના આવ્યો છે
એક જગતના નાથ પાસે તો કોઈ ભ્રમણાંઓનો તો પડદો છે
ફુલાઈ ફુલાઈ સહુ ફરે જગમાં, જાણે ના ફુગો ક્યારે ફૂટવાનો છે
ચડયા પગથિયાં ઘણા જીવનમાં, ના જાણે બાકી તો કેટલા રહ્યાં છે
સહુ સહુને મનના ચોખ્ખા માને, છે મનના મેલા કેટલા, જગનો નાથ જાણે છે
દુઃખદર્દના ધામા હટશે ક્યારે જીવનમાં, ના કોઈ એ તો જાણે છે
યુગો યુગોથી થાતા રહ્યાં છે સોદા જમીનના, માલિકો બદલાતા આવ્યા છે
હળી મળી રહેતા જગમાં ના જાણે, ના જાણે કાંઈ અંજામ એના કેવા છે
કરતા કોઈ જીવનમાં ના અચકાયા, જાણ્યું ના જગમાં અંજામ એના કેવા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)