જોયું નથી અંધારું પ્રકાશે જગમાં, અંધારું છે શું, એ શું જાણે
ચડતીના ચકડોળમાં બેઠા છે જે જીવનમાં, પડતી છે શું, એ શું જાણે
ભરપેટે મળે ખાવાનું જેને જીવનમાં, ભૂખમરો છે શું, એ શું જાણે
ઊજળા થઈ જગમાં ફરે, અંતરમાં ભર્યું છે કપટ, જગ એ શું જાણે
ભક્તિ ભરેલું ભાવભર્યું હૈયું, જગમાં કપટ શું, એ શું જાણે
જીવનભર રડવામાંથી આવ્યા ના જે ઊંચા, મુક્ત હાસ્ય શું, એ શું જાણે
કર્તવ્યની કેડી તો મહેનત માંગે, આળસુ મહેનત શું, એ શું જાણે
નરી આંખે જે ભેદ ના સમજાય અજ્ઞાન એ ભેદ શું, એ શું જાણે
અભેદમાં રાચતું હૈયું તો શાંતિ પામે, ભેદમાં રાચતું હૈયું, એ શું જાણે
ગુરુકૃપા શું, એ સાચો શિષ્ય જાણે, પામર શિષ્ય તો એ શું જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)