કર્મો ને ભાવોમાં, જીવનમાં તો મારા, નીકળતા નથી એક સૂર
પ્રભુ છે જીવનમાં તો મારા, છે આ કેવો તો કસૂર
વાણી ને વર્તનમાંથી તો, નીકળતા રહ્યા છે, જીવનમાં તો જુદા જુદા સૂર
દૃષ્ટિનો મેળ મળતો નથી જીવનમાં મારા, તો ભાવો સાથે
તાણંતાણી ચાલી રહી છે હૈયામાં, બની ગઈ શાંતિ એમાં બેસૂર
પ્રેમને બદલતા તો વાસનામાં, લાગે ના વાર તો જીવનમાં
લાલચને તો વાર ના લાગે પલટાતા તો લોભમાં જીવનમાં
લોભ-લાલચને લાગે ના વાર, પલટાતા વેરમાં તો જીવનમાં
અસંતોષને લાગે ના વાર, પલટાતા દુઃખમાં તો જીવનમાં
ઇચ્છાઓનાં તો રહ્યાં છે જાગતાં, હૈયામાં તો પૂર જીવનમાં
તમારા પ્રેમમાં ના તણાયો, તણાઈ માયામાં, નીકળી ગયો તમારાથી દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)