તોફાનો બહારનાં સ્પર્શી ઉપર, ના ઊંડાં એ ઊતરશે
અંતરનાં તોફાનો ઊઠી અંદરથી, ઉપર એ તો આવશે
તણાયા તો જ્યાં એમાં, જીવન એમાં તો હચમચી જાશે
ના મળ્યો આધાર જો એમાં, ક્યાંના ક્યાં પહોંચી જાશે
તોફાન શમ્યા વિના, આકાશ અંતરનું ના સ્વચ્છ થાશે
કારણ તો તોફાનોના પ્રવાહના, ના જલદી એ તો સમજાશે
કદી વહે તોફાનોના અનેક પ્રવાહો, વંટોળ એમાંથી તો સરજાશે
સ્થિરતા મેળવવા એમાં, જીવનમાં તો દિલ મથતું જાશે
કાબૂ બહારનાં તોફાનો તો જગમાં, જીવનને ખેદાનમેદાન કરી જાશે
તોફાનો વિનાનું તો જીવન, પ્રાણ વિનાનું ખોળિયું લાગશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)