તારા ભરોસે રે, હાંકવી છે નાવડી, મારે મારા સંસારની
તોફાનો તું જગાવે, તું શમાવે, સોંપવી નથી અન્યના ભરોસે નાવડી
હર શ્વાસમાં મળે છે મદદ તારી, દુર્ભાગ્ય સહેવામાં દેજે મદદ તારી
કર્મની રફતાર તો છે લાંબી, તોડવા, છે જરૂર મદદની તો તારી
મન ને મનમાં છે મૂંઝવણો ઝાઝી, નીકળવા બહાર, છે જરૂર સહાયની તારી
હૈયા પર છે ચિંતાઓના બોજ ભારી, કરવા હળવા, છે જરૂર કૃપાની તારી
સુખને સાધવા દુઃખને તો ભૂલવા, છે જરૂર હૈયામાં નામની તારી
છે વિશ્વાસની હૈયે જરૂર, ચલાવવી છે તારા ભરોસે નાવડી સંસારની
શ્વાસે શ્વાસે ચાલે જંગ જીવનના, જરૂર છે ભરોસાથી ચલાવવી છે નાવડી
છે જરૂર શ્વાસે શ્વાસે ભરોસાથી રહેવા, નથી દેવું હૈયાને ભરોસામાં ખાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)