નથી કાંઈ પાસે અમારી તો અમારું, તમારાં ચરણે એને તો ધરું
નથી તમે તો કોઈ પારકા, કે આમંત્રણ તમને તો દઉં
રહી નથી હવે હૈયામાં ધડકન તો જુદી, હૈયું તો જ્યાં એક બન્યું
રહી નથી હવે દૃષ્ટિ તો જુદી એકબીજાની, આંખે એકબીજાને જોવું
રહ્યું ના અંતર તો હૈયામાં, જ્યાં હૈયું એકબીજાની બોલી, બોલી ઊઠયું
યાદે યાદે તો જ્યાં આંસુઓ સર્યાં, આંસુમાં મુખડું તમારું દેખાયું
મનડાને ગણ્યું મારું, રહ્યું સદા ફરતું, ક્યાંથી ગણું એને મારું
ભાવોમાં સદા ડૂબું, લાગે સદા એ પ્યારું, રહ્યું સદા દિશા બદલતું
પ્રેમની ધારામાં સદા છે ન્હાવું-નવરાવવું, કદી આવે ઉછાળા કદી શાંત રહેતું
તડકા ને છાંયડા જીવનના રહ્યા બદલાતા, ના એકમાં તો જીવન સ્થિર રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)