તું એકલો નથી, એકલો નથી, એકલો નથી રે
તારાં કર્મોનો સાક્ષી બની, તારી સાથે રહે છે - તું ...
સુખમાં એને અળગો કરી, તારી જાતને તારવી લે છે
તોય દુઃખમાં એ દોડી આવી, તારી સહાય કરે છે - તું ...
વાયદા તેને તે કંઈક દીધા, તોય તોડતો આવ્યો છે
એ બધું મનમાં ના લઈ, સદા સહાય કરતો આવ્યો છે - તું ...
ચારે તરફ અંધકાર છવાઈ, તને દિશા જડતી નથી રે
ત્યારે પ્રકાશ પાથરી, માર્ગ બતાવી સાથે રહે છે - તું ...
અપમાન કરે છે તું કંઈક એના, તને તોય છોડતો નથી રે
અણીની પળે સદા રહે સાથે, ખબર તને નથી પડતી રે - તું ...
આવો સાથી હોય છે સાથે, માટે તું એકલો નથી રે
તું એકલો નથી, એકલો નથી, એકલો નથી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)