શોધવા નીકળ્યો છે જ્યાં તને તું, નથી તારી પાસે તો તારું કોઈ સરનામું
થાકીશ એમાં તો જ્યાં તું, બેસીશ ત્યાં તો તું, હશે એ તો તારું ઠામ ને ઠેકાણું
શોધવા નીકળ્યો હૈયાની શાંતિ તું, પામીશ શાંતિ તું જ્યાં, છે એ તો તારું ઠેકાણું
પ્રેમ પ્યાસું તો છે હૈયું તો તારું, મળશે જીવનમાં તને જ્યાંથી, પ્રેમનું તો ઝરણું
વિચારોની સફરે નીકળીશ શોધવા તને તું, આવીશ ફરી ફરીને પાછો તારામાં તું
કરીશ આંખ બંધ જગની તો ક્રિયાઓમાંથી, શોધી શકીશ ત્યારે તને તો તું
ત્યજી દઈશ જ્યારે બધા ઉપરણા તો તારા, મળશે તને ત્યારે તો તારું ઠેકાણું
હર વાતમાં ને હર ખ્યાલમાં, રમતો ને રમતો રહીશ, એમાંને એમાં તો તું ને તું
પાપનાં બીજોને બાળી નાખીશ જ્યારે હૈયામાંથી ને મનમાંથી તો તું ને તું
બની જાશો એક ત્યાં તું ને તારા પ્રભુ, છે એ તો તારું ને તારું સાચું ઠેકાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)