સિતમગર, હરેક વાતમાંથી એકડો અમારો ના કાઢી નાખો
કંઈક વાતોમાં ઉપયોગી છીએ અમે, એ વાતને તમે હવે તો સમજો
સહી લીધો સિતમ, હતી કોઈક મજબૂરી, મજબૂરીને કાયમ ના સમજો
ત્રાજવે તોલાય છે જીવન આપણાં, બીજા પલ્લામાં ના અમને મૂકો
દીધી છે પ્રભુએ આંખો તો બે, બંને આંખોથી જુદું જુદું ના જુઓ
નથી સંબંધ ભલે એવા સારા, નથી એવા કાંઈ તો બગડયા
ક્યાંકનો તો ગુસ્સો, અમારા ઉપર તમે શાને તો કાઢો
દુઃખભર્યું હતું તો જીવન, ગુજારી સિતમ, વધુ દુઃખી ના બનાવો
કહેવાનો નથી કાંઈ તમને અધિકાર અમને, કહેવાને મજબૂર ના બનાવો
વસે જો આ વાત હૈયે તમારી, હૈયેથી સિતમને હવે વિદાય આપો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)