માર મળ્યા જીવનમાં તો ત્યાંથી, હતી ના જીવનમાં જેને મારા જીવનમાં લેવાદેવા
કર્યાં તો ના હતાં જીવનમાં તોફાનો, કર્યાં ના હતા જીવનમાં તો કોઈ કાવાદાવા
ખાઈ ખાઈ માર જીવનમાં, થઈ ગયા રીઢા, ખાધા માર જીવનમાં તો નવા નવા
હતા ના જેને કાંઈ તો કોઈ લેવાદેવા, રહ્યા કરતા તોય એ તો કંઈક દાવા
રહ્યું જીવનમાં ચાલતું તો આવું, દીધું જીવનમાં એણે, બનાવી એમાં બાવા
સહી ના શક્યા માર જીવનમાં તો જ્યારે, જીવનમાં પોશ પોશ આંસુએ એ નાહ્યા
અનેક રીતે જીવનમાં તો જે જે ફળ્યા, જગમાં જીવનમાં એ તો વખાણાયા
દુઃખદર્દે જીવનમાં તો દીવાના બનાવ્યા, કિસ્મતે જીવનમાં એને બેબાકળા બનાવ્યા
મુસીબતો બની ગઈ જ્યાં જીવનની એક પ્રથા, બની ગઈ એ તો દિલમાં વ્યથા
હતું જીવન સાથે જેને તો લેવાદેવા, જીવનમાં એણે તો ઓછા સતાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)