જનમથી છે તારી સાથે, મરણ પછી પણ રહેશે સાથે
એવું છે તારું કોણ (2)
સુખદુઃખમાં રહે છે સાથે, પ્રેમથી તારી સંભાળ રાખે
એવું છે તારું કોણ (2)
અંધકારમાં તું ડૂબે જ્યારે, પ્રકાશ દઈ માર્ગ બતાવે
એવું છે તારું કોણ (2)
વમળમાં તારી નાવ અટવાયે, સુકાન લઈ તેને સંભાળે
એવું છે તારું કોણ (2)
તનમાં તારા પ્રાણ પૂરે, શ્વાસેશ્વાસ તને લેવરાવે
એવું છે તારું કોણ (2)
સમય-સમય પર યાદ અપાવે, કર્મો તારાં સદા ભાળે
એવું છે તારું કોણ (2)
દુઃખમાં જ્યારે તું પોકારે, સહાય કરવા દોડી આવે
એવું છે તારું કોણ (2)
ભાવમાં એના ડૂબે જ્યારે, દર્શન દેવા દોડી આવે
એવું છે તારું કોણ (2)
મનમંદિરમાં સદા વિરાજે, છતાં એ નજર ન આવે
એવું છે તારું કોણ (2)
કૃપા એ તો સદા વરસાવે, હૈયે તને એ લગાવે
એવું છે તારું કોણ (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)