જીવનમાં જીવનના જ્યાં રંગ બદલાયા, જીવનના ત્યાં ઢંગ બદલાયા
આંખોએ જે જોયું, હૈયામાં એને ઉતાર્યું, જીવન તો એમાં એ રંગે રંગાયાં
કર્યાં જીવનમાં તો સંગ જેવા, જીવનના રંગ એમાં તો એવા બદલાયા
વાતચીત ને વર્તનમાંથી એ પરખાયા, જીવનમાં જીવનના જ્યાં રંગ બદલાયા
ચડતા ગયા જીવન પર અનેક રંગો, સ્વીકારી રંગ એના, એમાં એ રંગાયા
વૃત્તિએ વૃત્તિએ તો સ્વભાવ બદલાયા, રંગ જીવનના એમાં તો બદલાયા
ભાવે ભાવે તો રંગ નેત્રોના બદલાયા, રંગ એના જીવનમાં તો પરખાયાં
રહ્યા ના એક રંગ તો જ્યાં જીવનના, હૈયામાં જ્યાં ભાવો ને ભાવો બદલાયા
રંગાઈ રંગાઈ જીવન કંઈક રંગોમાં રહ્યા કુંવારા, જીવન એનાં એમાં પરખાયાં
દૃષ્ટિએ દૃષ્ટિએ તો જેના ભાવો ઊછળ્યા, જીવનમાં એ તો પકડાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)