લખાયું છે ભાવિ તો સહુનું તો જગમાં, પારદર્શક શાહીથી, ના તેં વાંચ્યું ના કોઈથી વંચાયું
કર્યાં દાવા ઘણાએ તો એને વાંચવાના, લઈ અદૃશ્ય આધારો, એને એ ટાંક્યું
કર્યાં કર્મો જીવનમાં તેં, ના લઈને અદૃશ્ય આધારો, ક્યાંથી એણે એ વાંચ્યું
કેમ ના વિચાર્યું જીવનમાં, પાપ-પુણ્યનું પાસું જીવનમાં ના બદલાયું
રાખ્યો આધાર જેણે જીવનમાં, અદૃશ્ય ભાવ ઉપર, ભાવિ એનું અટવાયું
એક જ વ્યક્તિનું, લઈ લઈ આધાર જુદા જુદા, જુદું જુદું ભાવિ વાંચ્યું
કહી કહી જાતક એને, જુદા જુદાએ એનું ઘાતક ભાવિ વાંચ્યું
પકવી કર્મોની ખીચડી આવ્યા સહુ જગમાં, નામ ભાવિ એને આપ્યું
ભુલાવી પૂરુષાર્થની રાહ એણે, ખુદે ખુદનું ભાવિ ત્યાં રોક્યું
કંઈકે વાંચી એમાંથી સારું, પડી રાહ જોવી સમયની, સમય કામ કરતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)