છું જગમાં હું તો ભૂલો ને ભૂલોનો ભંડાર, નથી કાંઈ ફરિશ્તા, છું એક ઇન્સાન
છું મામૂલી એક સૈનિક તારો તો પ્રભુ, બની શક્યો નથી કાંઈ તારો પ્રધાન
કોશિશો ને કોશિશોમાં રહ્યો છું મથી જીવનમાં, છૂટયાં નથી હૈયેથી તો અભિમાન
કરવા નથી જીવનમાં કોઈને પરેશાન, કરી રહ્યું છે કિસ્મત તોય મને પરેશાન
ઇન્સાન બનાવી મોકલ્યો છે તેં મને પ્રુભુ, રહેવા દેજે છેવટ સુધી ઇન્સાન
જોઈતા નથી મહેલ-મહોલાતો મને, રાખજે જીવનમાં મને પ્રેમમાં ધનવાન
છલકાવી દેજે હૈયું મારું સંતોષથી, બની શકું જીવનમાં એક સાચો ઇન્સાન
નેકદિલી દિલથી હટે નહીં, પ્રભુ બનવા દેજે મને એક નેક દિલ ઇન્સાન
હૈયું મારું રહે સદા પ્રેમથી ભરપૂર, જોઈતાં નથી જીવનમાં મીઠાં પકવાન
ઇન્સાન બનાવી મોકલ્યો છે તેં મને, પ્રભુ રહેવા દેજે છેવટ સુધી ઇન્સાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)