જીવનની ગતિ જોજે ફેરવી ના જાય જીવનમાં તારી રે ગતિ
ફરી ગઈ જીવનમાં તો જ્યાં મતિ, જાશે આવી જીવનમાં રે ઉપાધિ
રાખજે જીવનમાં ના કોઈ ક્ષતિ, કાઢી નાખ જીવનમાંથી બધી રે ક્ષતિ
કેળવજે ને મેળવજે રે જીવનમાં તો તું, પ્રભુ પાસેથી અબાધિત શક્તિ
દઈ શકશે તો એક જ પ્રભુ, જીવનમાં તને તારી બધી સલામતી
રાતદિવસ પડશે રહેવું જાગૃત, જોજે જીવનમાં રૂંધાઈ ના જાય તો ગતિ
ગતિએ ગતિએ જોજે બદલાઈ ના જાય એમાં રે તારી તો વૃત્તિ
સ્થિરતાનો તો છે ચાહક, જોજે ગતિ અસ્થિર તને ના દે બનાવી
રાતદિવસની મહેનત પર તારી, જોજે ગતિ દે ના ધૂળ તો ફેરવી
સુખસંપત્તિનો સાધક ભલે બનવું, ખોવી નથી એમાં જીવનની શાંતિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)