ઝઝૂમી ઝઝૂમી તોફાનોની સામે, એની સામે, ઘૂંટણિયે કેમ પડયો
હતી હિંમતની ને મૂડી ધીરજની પાસે, જીવનમાં ક્યાં તું એ ખોઈ બેઠો
અડીખમ ખડકની જેમ, ઊભો હતો એની સામે, રેતી જેવો ક્યાં તું બની ગયો
હતો ધ્રૂજાવતો બુલંદ અવાજ જે તારો, ધ્રુજારી તો એમાં શાને ભરી બેઠો
હતી પગથી તો તારા, ધ્રુજતી તો હતી ધરા, એની સામે દૈન્ય થઈ કેમ બેઠો
આવવા ના દીધા કોઈને શાને દિલની પાસે, કોઈની પાસે દિલ ખોલી ના શક્યો
હતી કિસ્મત સામે ઝઝૂમવાની તૈયારી, ક્યાં બધી એ તો તું ખોઈ બેઠો
હતો ના મૂરખ જીવનમાં તો જ્યાં તું, જીવનમાં અનેક મૂખાઈ કરી કેમ બેઠો
હવા સામે લેવા તો ટક્કર, નીકળ્યો હતો એક નાનો સુસવાટો ઝીલી ના શક્યો
શક્તિનું હતો તું સંતાન જીવનમાં, બકરીની જેમ કેમ બેં બેં તું કરી બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)