કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, તો સહુકોઈ કોનું છે
સગપણ બંધાયા સહુનાં સ્વાર્થનાં રે, એના ટીકા વિનાનું કોઈ નથી રે
કરશે કોણ શું ક્યારે, ઉપરવાળો એ જાણે, કોઈને એની ખબર નથી રે
પ્રાણ વિનાના ખોળિયામાં આવ્યા પ્રાણ, આવ્યું કોણ ક્યાંથી એની ખબર નથી રે
મહોબતની કુંજમાં મારી છે લટાર સહુએ, મહોબત વિના કોઈ રહ્યું નથી રે
તાણેતાણમાં તણાયા જગમાં સહુકોઈ, કોઈ તણાયા વિના રહ્યું નથી રે
અન્યની સામે યુદ્ધે ચડે છે સહુકોઈ, અવગુણો સામે યુદ્ધે ચડતું નથી રે
ટકરાતા સ્વાર્થ ચડે ભવાં ઊંચાં, જીવનમાં ગમ તો કોઈ ખાતું નથી રે
કહીએ એકબીજાને તમે મારા નથી રે કહી શકતા નથી, પ્રભુને તમે મારા નથી રે
ભરી બુંદેબુંદમાં ખારાશ ધરતીની સાગરે, કહ્યું નથી જળ મારું નથી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)