છે પ્રભુ પાસે પણ દિલ, છે તારી પાસે પણ દિલ
દિલ પ્રભુનું સમાવે છે સહુને, દિલ તારું ભેદ રાખે છે
છે હાથ તારી પાસે પણ, જે લેતા ને લેતા રહે છે
છે પ્રભુ પાસે પણ હાથ જે સહુને દેતા ને દેતા રહે છે
છે તારી પાસે પણ મન, જે બધે ફરતું ને ફરતું રહે છે
છે પ્રભુ પાસે પણ મન, જે સ્થિર ને સ્થિર તો રહે છે
છે તારી પાસે પણ ભાવ, જે સ્વાર્થમાં તરબોળ રહે છે
છે પ્રભુ પાસે પણ ભાવ, જે સહુનું હિત ને હિત કરે છે
છે તારી પાસે પણ વિચાર, જે કેંદ્રમાં તને ને તને રાખે છે
છે પ્રભુ પાસે પણ વિચાર, જે સહુને કેંદ્રમાં ને કેંદ્રમાં રાખે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)