ના દેતો, ના દેતો તું ના દેતો
તારા પૂરુષાર્થના પાયાને, આળસનો સડો લાગવા ના દેતો
તારા શ્રદ્ધાના ખેતરમાં, શંકાના છોડો ઊગવા ના દેતો
જીવનમાં તારા શાંતિના પ્રવાસમાં, કુસંપનાં બીજો વાવી ના દેતો
ઉતાવળે ફળ પાકતાં નથી, અધીરાઈનાં બીજ હૈયામાં વાવી ના દેતો
પ્રેમના ખેંચાણમાં જીવનમાં તારા, સ્વાર્થનાં બીજ તું રોપી ના દેતો
પ્રભુકૃપા છે જગમાં સહિયારી મિલ્કત, ખોટા દાવા હૈયે જાગવા ના દેતો
હૈયાના સંતોષના સાગરમાં લોભ-લાલચના પથરા પડવા ના દેતો
કરજે મજબૂત પ્રભુ સાથેના તાંતણા તારા, ઢીલા એને પડવા ના દેતો
કરજે પ્રભુને પામવાના યત્નો, જીવનમાં ઢીલા એને પડવા ના દેતો
પડવા ના દેજે વિચારોને પ્રભુમાંથી જુદા, દુઃખદર્દ માટે ફાજલ રહેવા ના દેતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)