1985-10-03
1985-10-03
1985-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1713
કોઈ કોઈને કહીને જગમાં આવતું નથી
કોઈ કોઈને કહીને જગમાં આવતું નથી
કોઈ કોઈને કહીને જગમાંથી જાતું નથી
સમય પૂરો થાતાં કોઈના કહેવાથી કોઈ રહેતું નથી – કોઈ…
અજાણ્યા જીવના આગમનથી આનંદ ફેલાયે
અજાણ્યા જીવના જતાં કેમ આંસુ સરતાં નથી – કોઈ…
જાણીતાના બાણે કેમ હૈયું જલદી વીંધાઈ જાય
અજાણ્યાના ઘા કેમ હૈયે બહુ વાગતા નથી – કોઈ…
અજાણ્યા પાસે અપેક્ષા બહુ જાગતી નથી…
જાણીતા પાસે અપેક્ષાની કોઈ સીમા નથી – કોઈ…
ઋણાનુબંધે સહુને સુખદુઃખ મળતાં રહે
માયામાં ગૂંથાઈ ગયા સહુ, એ સમજાતું નથી – કોઈ…
જેણે મોકલ્યો જગમાં, તેનું સ્થાન જડતું નથી
જગમાં આવી એનું સ્થાન શોધ્યું નથી – કોઈ…
બોજ વધતો ગયો ઘણો, શોધ એની થાતી નથી
કોઈ કોઈને કહીને જગમાં આવતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī kōīnē kahīnē jagamāṁ āvatuṁ nathī
kōī kōīnē kahīnē jagamāṁthī jātuṁ nathī
samaya pūrō thātāṁ kōīnā kahēvāthī kōī rahētuṁ nathī – kōī…
ajāṇyā jīvanā āgamanathī ānaṁda phēlāyē
ajāṇyā jīvanā jatāṁ kēma āṁsu saratāṁ nathī – kōī…
jāṇītānā bāṇē kēma haiyuṁ jaladī vīṁdhāī jāya
ajāṇyānā ghā kēma haiyē bahu vāgatā nathī – kōī…
ajāṇyā pāsē apēkṣā bahu jāgatī nathī…
jāṇītā pāsē apēkṣānī kōī sīmā nathī – kōī…
r̥ṇānubaṁdhē sahunē sukhaduḥkha malatāṁ rahē
māyāmāṁ gūṁthāī gayā sahu, ē samajātuṁ nathī – kōī…
jēṇē mōkalyō jagamāṁ, tēnuṁ sthāna jaḍatuṁ nathī
jagamāṁ āvī ēnuṁ sthāna śōdhyuṁ nathī – kōī…
bōja vadhatō gayō ghaṇō, śōdha ēnī thātī nathī
kōī kōīnē kahīnē jagamāṁ āvatuṁ nathī
English Explanation |
|
Here, in this bhajan Kakaji explains the apparent truth of life as no being enters the world by informing others-
Nobody informs anyone and enters the world
Nobody informs anyone and departs from this world
When the time is over, nobody stays when someone asks him to stay
Nobody informs anyone and enters the world
When a stranger enters there is happiness all around
When a stranger departs why nobody weeps
Nobody informs anyone and enters the world
A known person’s arrow pierces the heart quickly
A strangers’ wounds don’t hurt the heart
Nobody informs anyone and enters the world
Expectations don’t arise from strangers
The expectations from a known person seem endless
Nobody informs anyone and enters the world
One receives sorrow and happiness according to his karmas and relationships
Everyone is entangled in illusion - one does not understand
Nobody informs anyone and enters the world
One does not know the position of the person, who sent him into this world
After coming into this world one has not searched his position
Nobody informs anyone and enters the world
The burden has increased tremendously, he cannot be found
Nobody informs anyone and enters the world
|
|