ગુણે ગુણે ગુણો પૂજ્યા, અવગુણો એના એમાં ઢંકાઈ ગયા
ગુણનો દાતા, ગુણોના નિધિને સાગરને પૂજવા એમાં ભૂલી ગયા
વસી ગયા તો અવગુણ જેના તો નજરમાં, ગુણો એના એ વીસરી ગયા
સાચા ગુણોના તો ચાહક બનવા, માનવહૈયાં તો મથી રહ્યાં
કંઈક ગુણો સ્પર્શ્યા હૈયાને એવા, હૈયામાં ભાવોને પ્રગટાવી ગયા
સુખ સાગરની વ્યાખ્યામાં બન્યા જે બાધક, ગુણો તો એ ના અપનાવ્યા
અધૂરા ગુણોના ચાહક, જીવનમાં રહ્યા એમાં ને એમાં મૂંઝાતા
જે ગુણોએ કરી જીવનની અધોગતિ, જીવનમાં એ અવગુણો કહેવાયા
રહી સમજ જીવનમાં બદલાતી, જગમાં જીવનના પ્રવાહ બદલાયા
પ્રેમભક્તિ છે શિરમોર ગુણ જેણે સર્વ ગુણોને તો સમાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)