થાતા થાતા તો થઈ ગયું, અટક્યો ના જીવનમાં એમાં તું તો જ્યારે, ત્યારે
જગાવી પસ્તાવો હવે એનો હૈયે, આપે છે તકલીફ હવે હૈયાને તું શાને
મોટા બાપનો દીકરો બની ફર્યો તું જગમાં, કર્યું જગમાં બધું તેં વગર વિચાર્યે
કરી તડીપાર હૈયેથી તો પ્રેમને, ઝંખે છે અન્યના પ્રેમને તો તું શાને
રાંધી રાંધી રસોઈ બગડી જ્યાં ખુદના હાથે, ખાતા હવે એને કેમ અચકાયો
હડસેલી સુખને તો હૈયેથી કર્યું દુઃખી, જીવનમાં એમાં હૈયાને તો તેં શાને
જગાવી બેસુમાર ઇચ્છાઓ તો મનમાં, સોંપી બધી હૈયાને દુઃખી કર્યું એને શાને
કરતાં કરતાં કરતો ગયો બધું, કર્યો ના વિચાર પરિણામનો તો તેં ત્યારે
ગયો છે ડઘાઈ, જોઈને પરિણામ એનાં જીવનમાં, હવે તો તું શાને
વગર વિચારે કર્યું છે બધું તોં તે જ્યારે, પડશે ભોગવવું એ તો તારે ને તારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)