કુદરત કહેતી ગઈ ને ઇશારા કરતી ગઈ, માનવ તો તું કેમ સમજ્યો નહીં
ચાર દિવસથી વધુ ચાંદની ટકશે નહીં, ચાર દિવસથી વધુ અંધારું રહેશે નહીં
પ્રેમની ભરતી સમાવી તો હૈયે, કહે છે સાગર હૈયે ઓટ આવ્યા વિના રહેશે નહીં
કાજળઘેરું આકાશ ટકશે નહીં, કિરણ સોનેરી સૂર્યનું ફૂટયા વિના રહેશે નહીં
પ્રેમની ભરતી ઓટમાં સમતુલા જાળવ્યા વિના, પ્રેમસાગરમાં તો ટકાશે નહીં
સંપત્તિ વિના પણ જીવન તો ચાલશે, શ્વાસ વિના જીવન તો ચાલશે નહીં
પાકતા ફળ, ઝાડ પરથી પડયા વિના જગમાં એ તો રહેશે નહીં
પ્રકાશ પથરાતા રે જગમાં, અંધારું જગમાં ત્યાં તો ટકશે નહીં
શ્વાસ લેતા લેતા રે થાકશે જો જીવન, જીવનમાં એ થાક્યા વિના રહેશે નહીં
પરિવર્તન તો છે જગનો રે નિયમ, સવારની સાંજ તો પડયા વિના રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)