જરૂરિયાતો કરી કરી ઊભી, જીવનમાં શાને મજબૂરી નોતરી લીધી
થઈ એક પૂરી યા ના પૂરી, શાને બીજાનો છેડો લીધો ત્યાં પકડી
કરતાને કરતા આ બધીને પૂરી, જાશે જીવન એમાં તારું તો વીતી
રહીશ વધારતો ને વધારતો જીવનમાં, કરાવતી રહેશે તને એ દોડાદોડી
કરતો ને કરતો જાજે જીવનમાં એને ઓછી, મળશે હૈયામાં એટલી શાંતિ
કોને કહેવું ઓછી, બનશે મુશ્કેલ જીવનમાં કરવું એ તો નક્કી
શાંતિની રાહે ચાલવું છે જ્યાં, પડશે કરવી જીવનમાં એને તો ઓછી
જાશે વધારતો જીવનમાં તો જેટલી, થાશે એમાં તો દુઃખી ને દુઃખી
જરૂરિયાતો બનશે આજે જે જરૂરી, બની જાશે કાલે એ તો નકામી
રાખ જીવનમાં જરૂરિયાતો તો ઓછી, કરવા ઓછી પડશે ના મુશ્કેલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)