ધર્મીને ઘેર ધાડ પડે ને પાપીઓ કરે જગમાં તો લીલાલહેર
ચલાવી જગમાં તો આવું, પ્રભુ જગમાં મચાવ્યો શાને કાળો કેર
મહેનત પર લાગે મજબૂરીનાં તાળાં, કરે તને તો એ કાલાવાલા
સાંભળી ના સાંભળી કરે ફરિયાદ એની, ન્યાયી તોય તું કહેવાયે
પાપ-પુણ્યના ન્યાય તો તારા, નથી ઊતરતા હૈયે એ તો અમારા
જાણતા નથી ભૂતકાળ જીવનમાં જ્યાં અમે તો અમારા
છીએ મંદબુદ્ધિ માનવ તો અમે, જોઈ જોઈ જીવનમાં અમે શીખીયે
તારા રચેલા તો કાયદા, તોડવા માનવજીવનમાં એમાં લલચાયે
જાણી શકતા નથી પૂર્વજનમનાં કર્મો સહુનાં, મળી શકતાં નથી એમાં તાળાં
દ્વાર બની જાય છે સમજ વિનાનાં, થઈ જાય છે દ્વાર ઢાંકણાં એમાં ખુલ્લાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)