આળસ ને શંકામાં ડૂબી ડૂબી જીવનમાં, જીવનને નુકસાન તેં કર્યું
હતી મંઝિલ તો ત્યાં ને ત્યાં, મંઝિલ સુધી ના એમાં પહોંચાયું
કરવાં હતાં સર શિખરો તારે જીવનમાં, શિખરો દૂર ને દૂર રહ્યું
માંડવી હતી જીતની બાજી જીવનમાં, આળસ ને શંકાએ એમાં વિઘ્ન નાખ્યું
કરવી હતી સાધના, સાધનામાં વિઘ્ન એનું તો મોટું નડયું
આળસ ને શંકામાં ડૂબી ડૂબી જીવનમાં, પૂરુષાર્થને પાંગળું બનાવ્યું
આળસમાં રાજ્યો તૂટયાં, શંકાઓએ સુખી ઘરને સ્મશાન કર્યું
પૂરુષાર્થના હલેસાં ના માર્યાં આળસમાં ને આળસમાં વ્હાણ ડૂબ્યું
પામવા પૂરુષાર્થનું ફળ પામવા જીવનમાં, આળસને દૂર ને દૂર રાખવું
ડૂબી ડૂબી જીવનમાં આળસમાં, પૂરુષાર્થને ના રૂંધી નાખવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)