વીતેલી વાતમાં ભલે વજૂદ ના હતું, વીતેલું જગ તોય વ્હાલું લાગ્યું
પરિચિત થયા હતા જે જગથી, પ્રવેશવું એમાં તો સહેલું લાગ્યું
જે દુઃખદર્દથી થઈ ગયા પરિચિત, એ દર્દમાં અજાણ્યું હવે ના લાગ્યું
થાતા ગયા પડકાર ઝીલવા, એ પડકારમાં કાંઈ નવું ના લાગ્યું
અજાણ્યા પડકારો જીવનમાં, હૈયામાં ધ્રુજારીનું મૂક સ્પંદન તો લાવ્યું
ના હતો વધારો ના હતો સુધારો, આશાનું કિરણ હૈયામાં એ લાવ્યું
નવી જિંદગીની નવી નવી સમજ, હૈયામાં ઉમંગથી એ તો લાવ્યું
માંડી ના શક્યો હિસાબ એમાં, જીવનમાં શું ગુમાવ્યું જીવન શું લાવ્યું
હટાવી ના શક્યા દુઃખદર્દની હસ્તી જગમાંથી, દુઃખ એ તો લાવ્યું
લીધાં રૂપો જુદાં જુદાં દુઃખે જગમાં, એ તો લાવ્યું ને લાવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)