ઘેરાએલી છે દિશાઓ, સૂઝતી નથી રાહ, ત્યાં શું કરું ત્યાં શું કરું
ગણું કર્મનો ફેંસલો એને એ સમજાતું નથી, ત્યાં શું કરું ત્યાં શું કરું
ગોતું છું સહારો જીવનમાં, લઉં કોનો સમજાતું નથી, ત્યાં શું કરું ત્યાં શું કરું
પહોંચવું છે મંઝિલે, મંઝિલ નક્કી કરી શક્યો નથી, ત્યાં શું કરું ત્યાં શું કરું
ફૂટતા ગયા છે પરપોટા અહંના, યકીન બેસતો નથી, ત્યાં શું કરું ત્યાં શું કરું
ગૂંથતો રહ્યો છું જીવનને ગૂંચવાડામાં, અટક્યો નથી, ત્યાં શું કરું ત્યાં શું કરું
નીકળ્યો મળવા પ્રભુને, અધવચ્ચે એ વીસરાઈ ગયો, ત્યાં શું કરું ત્યાં શું કરું
ખાતો ગયો માર જીવનમાં, હિંમત હવે રહી નથી, ત્યાં શું કરું ત્યાં શું કરું
જોઈ જોઈ અન્યના મહેલો, ખુદની ઝૂંપડી જલાવવી નથી, ત્યાં શું કરું ત્યાં શું કરું
કરી શક્યા નથી ખાલી ભાર તો જ્યાં મનના, ત્યાં શું કરું ત્યાં શું કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)