જે સૂરોને ઘૂંટયા નથી જીવનમાં, એ સૂરો ઘૂંટી ઘૂંટી શાને મરવું
આયુષ્ય છે જ્યાં થોડું જગમાં, શાને આપણી રીતે ના એને ચીતરવું
ચિત્રને મનમાં ઉપસાવવા પડશે, મનમાં ને મનમાં એને તો દોરવું
રાતદિવસ એમાં લગન ભરી દોરવામાં, એ ચિત્રમાં મગન રહેવું
મળે જો સાચો સાથ ને સહકાર, શાને લેતાં એને તો અચકાવું
છે નિયમ, કાર્ય તારું, પડશે કરવું પૂરું તારે, શાને અધૂરું એને છોડવું
જનમોજનમથી રાખ્યું છે અધૂરું, આ જનમમાં શાને પૂરું એને ના કરવું
મળે કે ના મળે સંગાથ શાને એ કાજે, અનેક દ્વારો તારે ખટખટાવવું
નેમ છે તારી મંઝિલ છે તારી જીવનમાં, શાને ના હાંસલ એને કરવું
જે રાગમાં ગાવાની છે રાગિણી, જીવનમાં શાને એને તો ભૂલવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)