કોઈ ના હોય જો તારું, બનવા દીધું ના હોય કોઈને જીવનમાં તેં તારું
કરીશ ખાલી જીવનમાં, ક્યાં જઈને દિલ તો તું તારું
રહીશ કરતો સહન જીવનમાં ભાર દિલનો એકલો, વળશે એમાં તો શું તારું
રહી રહી રહેશે કોતરતું દિલ જો તને તારું, જાશે બની જીવન તને અકારું
જીવીશ જીવન કરી દિલ જો હળવું, લાગશે જીવન જીવવા જેવું તને તારું
નીકળ્યો છે પ્રેમથી ભીંજવવા દિલ અન્યનું, ભીંજાયું છે દિલ પ્રેમથી શું તારું
બનાવી શકીશ ના જો અન્યને તું તારું, બનશે ક્યાંથી દિલ પ્રભુનું તો તારું
વિશાળ આ જગમાં તો, ઘૂમે છે આસપાસ તારી તો, જગ તો તારું ને તારું
સુખી કે દુઃખી બનાવ્યું છે જગમાં, તારા હાથે તો જગ તો તારું
જીવી રહ્યો છે જગમાં જીવન તો તું, લઈને જગ આસપાસ તો તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)