ભૂલી જાશે જીવનમાં જો તું, આવ્યો છે શું કામ જીવનમાં, અનર્થ સર્જાઈ જાશે
સમય સાથે જો ઇચ્છાઓ ના તાલ મેળવશે, જીવનમાં તો અનર્થ સર્જાઈ જાશે
લોભ-લાલચનો દોર છૂટો જીવનમાં જો મૂકશે, જીવનમાં જગમાં તો અનર્થ સર્જાઈ જાશે
વાતે વાતે હૈયું જો શબ્દોના ડંખ જો અનુભવશે, જગમાં જીવનમાં તો અનર્થ સર્જાઈ જાશે
માયાની દોડધામમાં, સત્યની ઝૂંપડી જો તારી, સળગાવી દેશે, જીવનમાં તો અનર્થ સર્જાઈ જાશે
અન્યને સમજવામાં, રહીશ કરતો ભૂલો વારંવાર જીવનમાં, જીવનમાં તો અનર્થ સર્જાઈ જાશે
ખુદની બડાશ હાંકવામાં, મોટાઈ પ્રભુની જો વીસરાઈ જાશે, જીવનમાં તો અનર્થ સર્જાઈ જાશે
રહીશ ચીમળતો ભાવોના કુમળાં પુષ્પો અન્યના તો જીવનમાં, જીવનમાં તો અનર્થ સર્જાઈ જાશે
નથી કોઈ નાનું કે મોટું જગમાં, છે જે સુખી છે એ મોટું, જો જીવનમાં એ ભુલાઈ જાશે તો અનર્થ સર્જાઈ જાશે
હૈયેથી જીવનમાં, ચાહ પ્રભુની, જીવનમાં જો એ વીસરાઈ જાશે, જીવનમાં તો અનર્થ સર્જાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)