ઝળહળતા વિશ્વાસના દીપકને, આજ શાની ઝાંખપ લાગી ગઈ
હૈયામાં ભરેલા ભારોભાર વિશ્વાસમાં, શાને આજ અધીરાઈ આવી ગઈ
જીવનમાં વિશ્વાસના સઢમાં, એવું કર્યું તોફાન ચીરા એના કરી ગઈ
એવી કઈ વાદળી ઘેરી ગઈ એને, એના તેજને ઝાંખપ લગાવી ગઈ
સ્થિર એવા એ દીપકને, કોણ એના એ તેજને હચમચાવી ગઈ
શ્રદ્ધાના એકધારા એવા સૂરોમાં, કોણ બેસૂરા શંકાના સૂરો સર્જી ગઈ
એવા કયા લોભલાલચની વાદળી, હૈયાને તો આજ ઘેરી ગઈ
આવી ક્રૂરતાના ઘા, કુદરત હૈયાને તો શાને આજે મારી ગઈ
વિશ્વાસે તરતી જીવન નાવડીમાં તો આજે કોણ ઊંડા વીંધ પાડી ગઈ
એવા આ વિશ્વાસના દીપકની જ્યોતને, કોણ આજ હચમચાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)