કરજે જીવનમાં તો બધું જીવનમાં, કુછંદ તો કરતો નહીં
છે હસ્તી તારી જેના આધારે, જાણવું તું એ ભૂલતો નહીં
દુઃખદર્દ તો છે અંગ જીવનનું, જગમાં તમાશા એને બનાવતો નહીં
આવ્યો જગમાં જ્યાં એકલો, સાથ કે સાથીની રાહ જોતો નહીં
ભડકે બળે છે જ્યાં હૈયું તારું, વેરનો અગ્નિ પ્રગટાવતો નહીં
જાણવા જેવું જાણજે બધું, જીવનમાં વિવેક તો વીસરતો નહીં
દિ દુનિયામાં વાસ તો છે તારો, કાયમનો મુકામ એને ગણતો નહીં
અવાજ વિનાની વાતો ભલે માનવ ના જાણે, પ્રભુ જાણ્યા વિના રહેશે નહીં
ભવસાગરમાં છે હોડી તારી, પ્રભુના ભાવવિહોણો રહેતો નહીં
સુખસમૃદ્ધિને સાધવા, કસર જીવનમાં તો એમાં રાખતો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)