રોજ સવાર પડે ને સૂરજ આશાનાં કિરણ નિત નવાં લાવે
રોજ સાંજ ઢળતાં, કંઈક આશાઓ નિરાશામાં બદલાયે
સત્યુગથી ક્રમ છે ચાલ્યો, એ કદી નવ બદલાયે
માનવી ચાહે આવી સાંજ, કદી એના જીવનમાં ન આવે
હસતું મુખડું હસતું રહે, જીવનમાં સૌ કોઈ આ ચાહે
દુઃખ પડતાં રૂદનના ભાવ, મુખ પર જરૂર રેલાયે
દુઃખ પડતાં, આશા તૂટતાં, ઊંડી ચિંતા એ તો જગાવે
માનવી ચાહે, આવી સાંજ, કદી એના જીવનમાં ન આવે
અંધકાર છે ઊંડો, આશાનાં કિરણો ક્યાંય ન દેખાયે
મનડું પ્રભુ તરફ વળતાં, એ તો સોનેરી કિરણ જગાવે
પાપોથી બચનારાના પણ, પગ પાપોમાં પડી જાયે
માનવી ચાહે આવી સાંજ, કદી એના જીવનમાં ન આવે
પ્રભુ તરફ વળતા મનમાં લોભ-મોહની ખેંચતાણ જાગે
કામ-ક્રોધ સાથ પુરાવી, મનમાં અશાંતિ બહુ જગાવે
શાંત મનમાં આથી, અશાંતિ બહુ બહુ જાગે
માનવી ચાહે, આવી સાંજ કદી એના જીવનમાં ન આવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)