Hymn No. 229 | Date: 08-Oct-1985
|
|
Text Size |
 |
 |
`મા', તુજમાં એવું શું મેં દીઠું, કે મેં દીઠું, દર્દ જાગ્યું છે હૈયામાં, બહુ મીઠું મીઠું તને જોતાં, તેં ચિત્ત મારું હરી લીધું, દર્દ જાગ્યું છે હૈયામાં બહુ મીઠું મીઠું તારા દર્શન કરતા, સુખ મળ્યું અણદીઠું, દર્દ જાગ્યું છે હૈયામાં બહુ મીઠું મીઠું દુઃખ દુનિયાના ભૂલ્યો, દર્દ દીધું મીઠું, દર્દ જાગ્યું છે હૈયામાં બહુ મીઠું મીઠું ખાવા પીવામાંથી હવે ચિત્ત મારું છૂટયું, દર્દ જાગ્યું છે હૈયામાં બહુ મીઠું મીઠું બીજે ન જાતાં ચિત્ત તુજમાં છે ચોંટયું, દર્દ જાગ્યું છે હૈયામાં બહુ મીઠું મીઠું હરતાં ફરતા કાર્યો કરતા, તુજ નામને રટતું, દર્દ જાગ્યું છે હૈયામાં બહુ મીઠું મીઠું તુજ પ્રેમથી મુજ હૈયું રહ્યું ઊભરાયું, દર્દ જાગ્યું છે હૈયામાં બહુ મીઠું મીઠું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|